માનસિક સ્વાસ્થ્ય : આજનાં સમય ની સૌથી મોટી જરૂરિયાત

આજનાં યુગમાં માનસિક સ્વાસ્થ્ય એ બહુ મોટી જરૂરિયાત બની ગઈ છે. અમેરિકા,લંડન, કેનેડા જેવા દેશોમાં પણ ડિપ્રેશન, તણાવ નો ભોગ બનનારા લોકોનું પ્રમાણ વધતું જાય છે. ભારત દેશમાં પણ અને હવે અમદાવાદમાં પણ મેટ્રો શહેર બનવાને લીધે લોકોમાં ડિપ્રેશન અને તણાવ નો વધારો થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં પણ ચિંતા અને તણાવનું પ્રમાણ વધતું જોવા મળે છે. આધુનિક ટેક્નોલોજી એ ભૌગોલિક અંતર ઘટાડયુ છે, સાથે સાથે લોકો વચ્ચેનાં લાગણીસભર અને આત્મીય સબંધોનું પ્રમાણમાં પણ ઘટાડો થયો છે.

આવેગિક ટેકો પણ કુટુંબનાં સભ્યો ને મળી શકતો નથી. દીકરા-દીકરી તેમની વ્યસતા ને કારણે તેમના વૃદ્ધ માતાપિતા સાથે ના બેસી શકે છે કે તેમને સમય આપી શકતા નથી. તેવીજ રીતે માતા-પિતા ની વ્યસતાને કારણે તેઓ બાળકો સાથે પણ પુરતો સમય પસાર કરી શકતા નથી. તેની પણ માઠી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આધુનિક ટેક્નોલોજી એ સગવડો ની સાથેસાથે સબંધો અને રૂબરૂ મુલાકાતોને પણ ઘટાડી નાખી છે. દિવસે ને દિવસે મનોશારીરિક રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે. ડીપ્રેશન , તણાવ અને ચિંતા નું પ્રમાણ આમ જ વધશે તો ભવિષ્યમાં 2030 માં મૃત્યુના વિવિધ કારણો માં માનસિક રોગએ બીજા કે ત્રીજા એમ મહત્વનાં કારણ તરીકે જોવા મળશે.આધુનિક જીવનશૈલી નાં કારણે અત્યારે વિવિધ શારીરિક રોગો પણ વધતાં જાય છે. અને તે મનોવૈજ્ઞાનિક અસરો ને કારણે જોવા મળે છે. ચામડીના વિવિધ રોગો, ચાંદું કે અલ્સર તેમજ સામાન્ય રીતે થતી શરદી, શારીરિક દુખાવા પાછળ પણ આવા માનસિક રોગો મનોભાર, ચિંતા, તણાવ વગેરે જોવા મળે છે.

મનોવિજ્ઞાનનું ધ્યેય માનવીમાં જોવા મળતા વિવિધ માનસિક રોગોને અટકાવવાનું છે. માનસિક સ્વાસ્થયની જાળવણી માટે લોકોને માનસિક સ્વાસ્થ્ય ના મહત્વ વિશે માહિતી આપવી જોઈએ, જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ આપણે કેવી રીતે સ્વસ્થ રહેવું એ વિશે માર્ગદર્શન આપવું જોઇએ. માનસિક સ્વાસ્થ્ય વિશેના કેમ્પો, ટ્રેનીંગ, સેમિનાર વગેરેનાં માધ્યમથી તેના મહત્વ વિશેની જાણકારી લોકો સુધી પહોચાડી શકાય.

તો ચાલો માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહીએ અને સ્વસ્થ જગત નું નિર્માણ કરીએ.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS