સરકારશ્રી માં 25 વર્ષ જેટલી ફરજ બજાવ્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી આમ અતિ વ્યસ્ત શિડ્યુલ માંથી સાવ આરામના શિડ્યુલ માં ફેરફાર થવાથી માનસિક અસ્વસ્થતા નો અનુભવ થવા લાગેલ, જેના કારણે માનસિક ઉદાસી તથા પાચન સંબંધી શારીરિક તકલીફો શરૂ થતાં રોજબરોજના દૈનિક કાર્યક્રમમાં થોડી મુશ્કેલી પડતી હતી, આ બધી બાબતો અનુભવમાં આવતી હોવા છતાં તેના પરત્વે બહુ ધ્યાન આપેલું નહીં જેથી happiness નું feeling આવે નહીં હકીકત માં જીવન માં આનંદ અને ઉલ્લાસ નો અનુભવ કરવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી ,પરંતુ મગજ ,આ બાબત ને સ્વીકારતું નહોતું .
વધુમાં અતિ વ્યસ્ત ફરજ માંથી બહાર નીકળ્યા પછી ફરીથી પાછું અન્ય અતિવ્યસ્ત શીડ્યુલ વાળું કોઈ કામ કરવા માટે મન તૈયાર પણ નહોતું.
પરિણામે મગજ એકીસાથે બે પરસ્પર વિરોધી પરિસ્થિતિ નો સામનો કરી રહ્યું હતું જેના લીધે માનસિક અસ્વસ્થતા નો અનુભવ થતો હતો.
જે દરમિયાન મનો ચિકિત્સક ડૉ હિમાંશુ દેસાઇ સાહેબ નો સંપર્ક કરતા તેઓએ આ બાબત ને સહજ સ્વાભાવિક ગણાવી અન્ય શારીરિક બીમારી જેવી જ આ તકલીફ જણાવી અને તેના માટે મગજ માં આવેલા ચોક્કસ પ્રકાર ના ન્યુરો કેમિકલ ના અસંતુલન ને જવાબદાર ગણાવ્યા.
જેનું સંતુલન જેટલું ઝડપથી સેટ થઈ જાય એટલું ઝડપથી વ્યકિત ના દૈનિક જીવનમાં આનંદ અને ઉલ્લાસ નો અનુભવ થવા માંડે આના માટે મનોચિકિત્સક ની સલાહ મુજબ જરૂરી દવા તથા કાઉન્સેલીંગ ની જરૂરિયાત હોય છે. જો વ્યકિત મનોચિકત્સકની સલાહ મુજબ સંપૂર્ણ સારવાર કરાવે તો તે ઝડપથી આનંદપૂર્વક નું જીવન માણી શકે છે. મનોચિકિત્સા માં લોકો ને સામાન્ય ખ્યાલ એવો હોય છે કે તેમાં ઘેન ની જ દવાઓ આપવામાં આવે છે તે ખ્યાલ ખરેખર ખોટો છે.
આમાં અલગ અલગ પ્રકાર ની સારવાર પદ્ધતિ ઓ છે,
કયા વ્યકિત માટે કઈ સારવાર અસરકારક નીવડશે તે ફ્ક્ત મનોચિકત્સક જ નક્કી કરી શકે છે આથી માનસિક અસ્વસ્થતા અનુભવતા કોઈ પણ ઉંમર ના સ્ત્રી કે પુરૂષ એ કોઈપણ જાતની શરમ સંકોચ રાખ્યા વગર મનોચિકત્સક નો સંપર્ક કરવો જોઈએ.
પરદેશ માં તો આ અંગે ઘણી જાગૃતિ છે. આપણા દેશમાં આ અંગે ની ગેરસમજ દૂર કરવાની જરૂરિયાત છે, તો લોકો ચોક્કસ થી એક સુખી અને આનંદ પૂર્વક ના જીવન નો લાભ ઉઠાવી શકે..
ઉપરોક્ત માનસિક અસ્વસ્થતા માંથી સાહેબશ્રી ની સલાહ મુજબ સંપૂર્ણ સારવાર કરતાં હાલ માં હું આનંદપૂર્વક જીંદગી માણી રહ્યો છું.
આના પર થી મારે સમાજ ને એક મેસેજ આપવાનો કે જીવનમાં આવતા બદલાવો માં જો આપને માનસિક તાણ ઉદાસી કે મેનેજ ના કરી શકાય તેવો સ્ટ્રેસ અનુભવાતો હોય તો ચોક્કસ થી મનોચિકિત્સક ની સલાહ લેવી જોઇએ , આપની જીંદગી માં આનંદની અનુભૂતિ થશે....
Disclaimer: This website is for information purposes. This is NOT medical advice. Always do your own due diligence.
© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS