પ્રશ્ન :- હું કેવી રીતે કહી શકું કે મને ચિંતારોગ છે કે સામાન્ય તણાવ ?
જવાબ :- તણાવ એ જીવનની સામાન્ય બાબત છે , જયારે તણાવમાં અતિશય ચિંતા કે ભય નો સમાવેશ થાય છે
જે આપણા રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડે છે જેમકે તમારી સતત અને વધુપડતી ચિંતા તમારા કાર્ય કરવાની ક્ષમતા ને
અસર કરતી હોય , તમારા કામ કરવા પરના ફોકસ ને અસર કરતી હોય ,જેના લીધે તમારા મગજમાં વિચારો નું દબાણ
વધી જાય ત્યારે એ સામાન્ય તણાવ એ ચિંતારોગ નું સ્વરૂપ લઇ લે છે.
પ્રશ્ન :- ચિંતારોગ ના કારણ શું હોઈ શકે ?
જવાબ :- આનુવંશિકતા , મગજમાં રસાયણની વધઘટ ,વ્યક્તિગત કારણો અને જીવન ના અનુભવો જેવા ઘણાબધા પરિબળો
ને કારણે ચિંતા થઇ શકે છે , ઘણીવાર આ બધા પરિબળો એકસાથે અસર કરતા હોય છે.
પ્રશ્ન :- ચિંતારોગ ના સામાન્ય લક્ષણો ક્યા છે ?
જવાબ :- ચિંતારોગ ના સામાન્ય લક્ષણોમાં વધુ પડતી તીવ્ર ચિંતા,તણાવ , બેચેની , થાક , ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ,
ચીડિયાપણું , સ્નાયુઓમાં તણાવ , ગભરાહટ, ગુસ્સો ,ઊંઘમાં ખલેલ , ભૂખ ના લાગવી વગેરે નો સમાવેશ થાય છે.
પ્રશ્ન :-શું દવા વગર ચિંતારોગ ની સારવાર કરી શકાય છે ?
જવાબ :- હા , ઘણીવાર ચિંતારોગની અસ્વસ્થતાને થેરાપી દ્વારા અસરકારક રીતે સારવાર કરી શકાય છે , જેમ કે જ્ઞાનાત્મક-
વર્તણુકીય થેરાપી , અને જીવનશૈલી માં ફેરફારો જેમકે તણાવ ,ચિંતા ને મેનેજ કરવાની તકનીકો , કસરત , વ્યાયામ અને
પૂરતો આરામ આ બધી બાબતો થી અકારણ ચિંતા ને દૂર કરી શકાય છે .
પ્રશ્ન :- ચિંતારોગ માંથી સજા થવામાં કેટલો સમય લાગે છે ?
જવાબ :- દવા અને થેરાપી દરેક વ્યક્તિને અલગ અલગ રીતે અસર કરે છે ,તેથી તે વ્યક્તિએ વ્યક્તિએ બદલાય શકે છે ,
ઘણા લોકો ને સારવાર બાદ થોડા અઠવાડિયા કે થોડા મહિનાઓમાં સુધારો જોવા મળે છે , પરંતુ બીજા કેટલાક લોકોને સજા
થવામાં વધારે સમય પણ લાગી શકે છે .
પ્રશ્ન :- શું ચિંતારોગ સંપૂર્ણ પણે મટાડી શકાય છે ?
જવાબ :- હા , ગભરાહટ , બેચેની જેવા લક્ષણો ને સારવાર દ્વારા અસરકારક રીતે કંટ્રોલમાં લઇ શકાય છે , દવા કે થેરાપી
દ્વારા આપણે ચિંતા ના આવા લક્ષણોને અસરકારક રીતે સંચાલિત કરવાનું શીખી લઈએ છે , અને આવા લક્ષણો ઉપર કાબુ
મેળવી ને ચિંતારોગ ને દૂર કરી શકાય છે.
પ્રશ્ન :- ચિંતા રોગની સાથે બીજી માનસિક સ્વાસ્થ્ય સબંધિત બીમારીઓ થઇ શકે છે ?
જવાબ :- હા , ચિંતારોગ ની સાથે બીજી ઘણી માનસિક સ્વાસ્થ્ય સબંધિત સ્થિતિઓ સર્જાય શકે છે , જેમ કે ડિપ્રેશન ,
આલ્કોહોલ -વ્યસન નો વધુ પડતો ઉપયોગ, સેક્સ સબંધિત સમસ્યાઓ , ખાવાની વિકૃતિઓ , ઊંઘની બીમારીઓ વગેરે સ્થિતિ
સયુંકતરીતે હોય શકે છે.
પ્રશ્ન :- શું હું મારી ચિંતા ને પોતાની જાતે દૂર કરવા પ્રયત્ન કરી શકું ?
જવાબ :- હા ,ચિંતા ને દૂર કરવા માટે જાતે પ્રયત્ન કરી શકાય છે , માઇન્ડફુલનેસ મેડિટેશન , હકારાત્મક વલણ , સેલ્ફ
કોન્ફિડેન્સ , ઊંડા શ્વાસ લેવાની કસરતો , નિયમિત કસરત , પોષણયુક્ત આહાર , તંદુરસ્ત જીવનશૈલી , રોજબરોજની
નિયમિતતા આ બધી બાબતો થી ઘણા અંશે ચિંતા ને મેનેજ કરી શકાય છે.
પ્રશ્ન :- જે મિત્રો અને કુટુંબીજનો મારા ચિંતારોગ ને સમજી શકતા નથી તેઓને હું મારી ચિંતા કેવી રીતે સમજાવી શકું ?
જવાબ :- તમે તમારા મિત્રો, કુટુંબીજનો ને તમારી ચિંતા શારીરિક , ભાવનાત્મક અને વર્તણુકીય રીતે સમજાવી શકો છો ,
તમે ગભરાહટ , બેચેની વગેરે ની સારવાર કે તેને મેનેજ કેવી રીતે કરવામાં આવે છે એ વિષે પણ તેમને માહિતી આપી શકો છે.
પ્રશ્ન :- શું જીવનશૈલીમાં ફેરફાર , જેવા કે આહાર અને કસરત ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે ?
જવાબ : હા , જીવનશૈલીમાં ફેરફાર , તંદુરસ્ત આહાર જાળવવો , નિયમિત કસરત કરવી , પૂરતી ઊંઘ લેવી એ ચિંતાના
લક્ષણો ઘટાડવામાં મદદ કરી શકે છે ,આ ફેરફારો એકંદરે માનસિક સ્વાસ્થ્ય ને સારી રીતે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
Disclaimer: This website is for information purposes. This is NOT medical advice. Always do your own due diligence.
© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS