મેન્ટલ હેલ્થ

માનસિક સ્વાસ્થ્ય એ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વનું છે
  • આજના આ આધુનિક અને ઝડપી યુગમાં માનસિક સ્વાસ્થ્ય એ બહુ મોટી જરૂરિયાત બની ગઈ છે, પરંતુ વ્યક્તિઓ એ શારીરિક સ્વાસ્થ્ય જેટલી કાળજી માનસિક સ્વાસ્થ્ય તરફ દાખવતા નથી.
  • જેમ કે વ્યક્તિને તાવ, શરદી, માથાનો દુખાવો, અશક્તિ વગેરેનો અનુભવ થાય ત્યારે તે ડોક્ટર પાસે દવા લેવા જશે, પરંતુ જયારે તે માનસિક અશાંતિનો અનુભવ કરે, ઉદાસીનતા અનુભવે, કામમાં ઓછો રસ દાખવે, ચીડિયાપણું અનુભવે, બેચેની અથવા ઊંઘમાં તકલીફ અનુભવે, ત્યારે તે મનોવૈજ્ઞાનિકનો સંપર્ક કરતા નથી.

માનસિક બીમારીઓની કાળજી લેવી તાત્કાલિક જરૂરી છે કારણ કે શારીરિક બીમારીઓની જેમ તે પણ સ્વાસ્થ્ય સંબંધિત અવસ્થાઓ છે.

આજના યુગમાં માનસિક સ્વાસ્થ્યની મહત્વતા

અમેરિકા, લંડન, કેનેડા જેવા દેશોમાં ડિપ્રેશન અને તણાવ જેવા રોગોનું પ્રમાણ વધતું જાય છે. ભારતમાં પણ શહેરના પરિવર્તન અને આધુનિક જીવનશૈલીના કારણે આ સમસ્યાઓ વધી રહી છે.

  • આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોએ લાગણીસભર સંબંધોને ઘટાડ્યા છે.
  • કુટુંબના સભ્યો વચ્ચે સમયની અછત અને ટેકોના અભાવની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે.

૧૯૩૦ સુધીમાં માનસિક રોગ મરણના મુખ્ય કારણોમાં સ્થાન લઈ શકે છે.

ઉપાય અને નિષ્ણાતોની મદદ

માનસિક આરોગ્યની સમસ્યાઓને ઉકેલવા માટે મનોવૈજ્ઞાનિક, કાઉન્સેલર, અને મનોચિકિત્સકો ઉપલબ્ધ છે. તણાવ અથવા ચિંતા અનુભવતા નિષ્ણાતોની સલાહ લેવી શ્રેષ્ઠ માર્ગ છે.

  • દર્દીઓને ઉત્તમ સારવાર.
  • મનોવૈજ્ઞાનિક માહિતી અને શિક્ષણ.
  • માનસિક રોગોના સંશોધન માટે ઉત્સાહ.
  • માનસિક રોગોના નિવારણના પ્રયાસો.
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત ઓક્ટોબરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે જે આ વિષય પર જાગૃતિ લાવે છે.

માનસિક સ્વાસ્થ્ય એક આદર્શ છે જેની જાળવણી માટે સતત પ્રયત્ન કરવો પડે છે. શારીરિક અને માનસિક તંદુરસ્તી સાથે વધુ સારી દુનિયા સર્જી શકાય છે.

© GIPS Hospital . All Rights Reserved. Designed by PlusOneHMS